- Get link
- X
- Other Apps
Navsari : “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં મોડેલ ફાર્મની મુલાકાત કરાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરાયા
- Get link
- X
- Other Apps
Navsari : “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં મોડેલ ફાર્મની મુલાકાત કરાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરાયા
નવસારી,તા.૧૪: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં નવસારી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ નવસારી તથા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને કોઈ પણ પ્રકારના ખર્ચ વિના, બહારથી કોઈ પણ પ્રકારની સામગ્રી ખરીદ્યા વિના પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આજરોજ વાંસદા તાલુકાના મનપુર ગામે ખેડૂતશ્રી નાનુભાઇ ગાવિંતના મોડલ ફાર્મ ખાતે ખેડૂત બહેનો-૩૦ અને ભાઈઓ-૫૨, નવસારી તાલુકાના મોગાર ગામે ૫૧ ખેડૂત બહેનો, ચીખલી તાલુકાના બામણવાડા ગામ ખાતે ખેડૂતશ્રી ગમનભાઇ દેવજીભાઇના મોડલફાર્મ ખાતે ખેડૂત બહેનો-૫૭ અને ભાઈઓ-૦૭, ગણદેવી તાલુકાના વડસાગળ ગામે નરેશભાઈ એલ પટેલના મોડલ ફાર્મ ખાતે ૪૩ ખેડૂત બહેનો, ખેરગામ તાલુકાના ખેડૂત શ્રી રાજેશભાઈ પી પટેલના મોડેલ ફાર્મ ખાતે ૪૬ ખેડૂત બહેનો તથા જલાલપોર તાલુકાના ભિનાર ગામે ૫૮ બહેનો અને ૨૦ ખેડૂત ભાઇઓ સહિત ફાર્મર ફ્રેન્ડડઝ, ગ્રામ સેવકો, જિલ્લા તાલુકાના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તાલીમોમાં બીજામૃત, જીવામૃત-ઘનજીવામૃત, વાપ્સા, આચ્છાદન, સહજીવીપાકો, પંચસ્તરીય બાગાયતી મોડલ ફાર્મ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક કૃષિની આ તાલીમો પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના મોડલ ફાર્મ, ખેતર, ગ્રામ પંચાયત, સમાજવાડી વગેરે જેવા જાહેર સ્થળ ઉપર ગોઠવવામાં આવી હતી. નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અંક જેવા વાનસ્પતિક અસ્ત્રો તેમજ પાક સંરક્ષણના આયામો ખેડૂતો જાતે જ બનાવી શકે તે હેતુથી તેના મહત્વ વિશે ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.આ તાલીમોમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતી ઉપજ રસાયણ મુક્ત હોય માનવ સ્વાસ્થ્ય અને પ્રકૃતિને નુકસાનકારક હોતી નથી તેમજ મનુષ્ય રોગ મુક્ત રહે છે તેની પણ સમજણ આપવામાં આવે છે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ યોજાતી પ્રાકૃતિક કૃષિની આ તાલીમોમાં ગ્રામસેવક કે આત્મા યોજનાના સ્ટાફ સાથે સંપર્ક કરી જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો લાભ મેળવે તે માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
૦૦૦૦
#TeamNavsari
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment