- Get link
- X
- Other Apps
બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ ખાતેથી ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો
- Get link
- X
- Other Apps
એક દોડ દેશ કી એકતા કે નામ – નવસારી જિલ્લો
બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ ખાતેથી ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો
આ દોડમાં રમતવીરો સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા
(નવસારી: મંગળવાર) : દેશમાં દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ થી સોમનાથ મહાદેવ મંદિર સુધી બે કી.મી સુધીની ‘રન ફોર યુનિટી’ દોડ ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવા સંકલ્પબદ્ધ બન્યા હતા અને નાગરિકોને એકતાનો સંદેશ આપ્યો હતો.
આ ‘રન ફોર યુનિટી’ દોડને ગણદેવીના ધારસભ્યશ્રી નરેશભાઇ પટેલ તથા મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. બીલીમોરાના મઢીના ગ્રાઉન્ડ ખાતેથી વહેલી સવારે યોજાયેલી ‘રન ફોર યુનિટી’ દોડમાં યુવાનો અને નગરજનો દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ મઢીના ગ્રાઉન્ડથી શરૂ થઈ સોમનાથ મહાદેવ મંદિરથી બે કી. મીનો અંતર કાપી મઢીના ગ્રાઉન્ડ પરત ફરી હતી. રન ફોર યુનિટી દોડમાં આશરે ૧૫૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં અલગ અલગ કેટ્ગરીમાં વિજેતા થયેલ દોડવીરોને મહાનુભાવોના હસ્તે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ચિખલી પ્રાંત અધિકારીશ્રી મીતેશ પટેલ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા વહીવટ તંત્રના અધિકારી- કર્મચારીઓ, પોલીસ જવાનો અને નાગરિકો જોડાયા હતા.
0000
#TeamNavsari
Gujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment