- Get link
- X
- Other Apps
યુવાનોને તંબાકુ મુક્ત પેઢી તરફ દોરવા નવસારે જિલ્લામાં Tobacco Free Youth Campaign 2.0નો શુભારંભ કરાયો
- Get link
- X
- Other Apps
યુવાનોને તંબાકુ મુક્ત પેઢી તરફ દોરવા નવસારે જિલ્લામાં Tobacco Free Youth Campaign 2.0નો શુભારંભ કરાયો
આ અભિયાન અંતર્ગત વિવધ જન જાગૃતિ કાર્યક્રમો જેમાં શાળા તમાકુ મુક્ત કાર્યક્રમ, તમાકુ મુક્ત ગામ કાર્યક્રમ, આકસ્મિક ચેકિંગ-ટાસ્ક ફોર્સ દ્વારા રેડ જેવી પ્રવૃતિઓ હાથ ધરાશે
-
નવસારી,તા.25: ભારત સરકાર દ્વારા શરુ કરેલ Tobacco Free Youth Campaign 2.0નું અભિયાનમાં યુવાનોને તંબાકુ મુક્ત પેઢી તરફ દોરવા અને ખાસ કરીને તંદુરસ્ત અને ઉજવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા માટેનું એક મજબૂત પગલું છે. તમાકું એ વ્યસનની દુનિયાનું પ્રથમ પગથિયું છે. ગ્લોબલ યુથ ટોબેકો સર્વે (GYTS) 2019 પ્રમાણે, ગુજરાતમાં 13-15 વર્ષની ઉંમરનાં લગભગ 5.4% વિદ્યાર્થીઓ તમાકુના કોઈપણ પ્રકારનો ઉપયોગ કરે છે. ગુજરાતના યુવાનોમાં સિગારેટ અને તંબાકુનો વધતો જતો ઉપયોગ ચિંતાનો વિષય છે. આ આંકડા દર્શાવે છે કે તંબાકુ સામેની લડાઈ હજી પૂર્ણ નથી થઈ. ખાસ કરીને યુવાનો, જે મિત્ર દબાણ, જાહેરાતો, અને તંબાકુ પ્રોડક્ટ્સની સરળ ઉપલબ્ધતા દ્વારા પ્રભાવિત થાય છે, તે સૌથી વધુ સંવેદનશીલ ગૃપ છે.
Tobacco Free Youth Campaign 2.0 એ COTPA 2003ને ધ્યાનમાં રાખીને મુખ્ય 4 વ્યૂહરચના પર આવનાર ૬૦ દિવસમાં કામ કરવાનું છે જેમાં નવસારી જીલ્લામાં આ વર્ષે કેમ્પેઇન અંતર્ગત ચાર પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જન જાગૃતિ કાર્યક્રમ, શાળા તમાકુ મુક્ત કાર્યક્રમ, તમાકુમુક્ત ગામ કાર્યક્રમ, આકસ્મિક ચેકિંગ-ટાસ્ક ફોર્સ દ્વારા રેડની કામગીરીનું આયોજન કરવામાં આવનાર છે. સાથોસાથ શાળા-કોલેજોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વિવિધ શાળાઓમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમા નવસારી જિલ્લામા ચીખલી તાલુકા રાકેશભાઈ પટેલ પ્રમુખશ્રી ચીખલી. અને ગણદેવી તાલુકામાં નગરપાલિકા પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલ ગણદેવી નગરપાલિકા ઉપસ્થિત રહ્યા હતા.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment