- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Khergam news : ખેરગામ કુમાર શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
તારીખ 12-09-2024નાં દિને ખેરગામ તાલુકાની ખેરગામ કુમાર શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું.
જેમાં ખેરગામ સી.આર.સી.માં સમાવિષ્ટ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, વિભાગ ૨ પરિવહન અને સંચાર, વિભાગ 3 પ્રાકૃતિક ખેતી, વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનની કૃતિઓ પ્રદર્શિત થઈ હતી.
જેમાં વિજેતા કૃતિઓમાં ખેરગામ કુમાર શાળા, ખેરગામ કન્યા શાળા, વાડ મુખ્ય પ્રાથમિક શાળા, ખાખરી ફળિયા પ્રાથમિક શાળા અને વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.
આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ખેરગામ સીઆરસી/HTAT કિરીટભાઇ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, કન્યાશાળા HTAT ભરતભાઈ સુથાર, બહેજ સીઆરસી/HTAT અલ્પેશભાઈ પટેલ, ખેરગામ સીઆરસીના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
તમામ વિભાગમાં પ્રથમ ક્રમે આવેલ તમામ કૃતિના બાળ વૈજ્ઞાનિકોને ખેરગામ સીઆરસી/HTAT/ખેરગામ શિક્ષક સંઘના મહામંત્રીશ્રી કિરીટભાઇ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ અને ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષક/HTAT/આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ દ્વારા બાળ વૈજ્ઞાનિકોને અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
- Get link
- X
- Other Apps
















Comments
Post a Comment