- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Navsari: નવસારી જિલ્લામાં "નારી વંદન ઉત્સવ" સપ્તાહ અંતર્ગત "મહિલા સુરક્ષા" થીમ ઉપર ભવ્ય રેલી યોજાઇ
પ્રમુખશ્રી મીનલબેન અને નાયબ પોલીસ અધિક્ષકશ્રીના વરદ હસ્તે રેલીને હરી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું
નવસારી, તા.૦૧: નવસારી જિલ્લામાં આજરોજ "નારી વંદન ઉત્સવ" સપ્તાહ અંતર્ગત "મહિલા સુરક્ષા" થીમ ઉપર ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલન સાથે મદ્રેસા હાઇસ્કૂલ ખાતે મહિલા સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં નવસારી વિજલપોર નગરપાલિકાનાં પ્રમુખશ્રી મીનલબેન, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ટાઉન પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી, જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી રામભાઈ પટેલ, જિલ્લા મિશન કો-ઓર્ડીનેટર અસ્મિતા ગાંધી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં અન્ય કર્મચારીઓએ સહિત મદ્રેસા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
અત્રે નોંધનિય છે કે, મહિલાઓના સર્વાગી વિકાસના મહત્વનાં પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૦૧/૦૮/૨૦૨૪ થી તા.૦૮/૦૮/૨૦૨૪ દરમ્યાન 'નારી વંદન ઉત્સવ" ની ઉજવણી થનાર છે. જે અન્વયે ૧લી ઓગસ્ટ-૨૦૨૪ ગુરૂવારના રોજ મહિલા સુરક્ષા દિન તરીકે, તા. 2 ઓગસ્ટે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ, તા. 3 ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, તા. 5 ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, તા. 6 ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, તા. 7 ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને તા. 8 ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment