- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Navsari: નવસારી જિલ્લામાં "નારી વંદન ઉત્સવ" અંતર્ગત "મહિલા સુરક્ષા" દિનની ઉજવણી
ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરાયું
નવસારી,તા.૦૧: નારી વંદન ઉત્સવ" સપ્તાહ અંતર્ગત "મહિલા સુરક્ષા" થીમ પરત્વે મહિલા અને બાળ અધિકારીની કચેરી નવસારી અને દેસાઈ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિવિધ કોર્સમાં તાલીમ લેતી મહિલાઓને ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દેસાઈ ફાઉન્ડેશનનાં પ્રમુખશ્રી, જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી રામભાઈ પટેલ, જિલ્લા મિશન કો-ઓર્ડીનેટર અસ્મિતા ગાંધી સખી વન સ્ટોપ સેન્ટરનાં કેન્દ્ર સંચાલક હર્ષિદાબેન, She- ટીમનાં કરુણાબેન તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી રામભાઈ પટેલ દ્વારા ઘરેલુ હંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ જિલ્લા મિશન કોર્ડીનેટર શ્રી અસ્મિતા ગાંધી દ્વારા મહિલા કલ્યાણકારી અને સુરક્ષાલક્ષી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરનાં કેન્દ્ર સંચાલક હર્શિદાબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આપવામાં આવતી અલગ અલગ સેવાઓ વિશે તેમજ She- ટીમમાંથી કરુણાબેન અને સપનાબેન દ્વારા સાયબર સેફ્ટી વિશે તેમજ મહિલાઓ સાથે થતી હિંસા બાબતે જાગૃત થવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
- Get link
- X
- Other Apps







Comments
Post a Comment